क्या आप जानते है कैसे हुई श्री दशवैकालिक सूत्र की रचना
आचार्य श्री शय्यंभवसूरिजी महाराज साहेब
ने दीक्षा ली तब उनकी पत्नी गर्भवती थी। उनके पुत्र का नाम मनक कुमार था। बाळ मनक उनके पिता को ढूँढने के लिए 8 वर्ष की उम्र में जाता है। मनक को पता था कि उनके पिता जैन श्रमण है। मनक उनके पिता को ढूँढने के लिए जाते है तब शय्यंभवसूरिजी सामने से आकर मनक को मिलते है। मनक को पूछा कि आप कौन हो ? तेरे पिता कौन है ? मनक कहते है कि में राजगृही के चौद विद्या पारगामी शय्यंभव का पुत्र हूँ। मैंने मेरे पिता को नही देखा। उन्हे ढूँढने के लिये निकला हूँ। यह सुनकर शय्यंभवसूरिजी को पता चला कि यह मेरा पुत्र है।
आचार्य श्री शय्यंभवसूरिजी महाराज साहेब ने कहा कि में तेरे पिता को पहचानाता हूँ । हम दोनों एक ही है। तु दीक्षा ले , तेरे पिता का मेळाप हुआ ऐसा समझ। मनक ने दीक्षा ली। आचार्य श्री शय्यंभवसूरिजी महाराज साहेब ने ज्ञान से देखा कि मनक मुनि का आयुष्य छ: महिने का ही है। मनक मुनि का हित कैसे हो? यह मुनि कैसे आत्मज्ञानी हो ? मुनि कैसे साधु धर्म से परिचित होकर साधु जीवन पाळ सके , ऐसे शय्यंभवसूरिजी ने सोचकर श्री दशवैकालिक सूत्र की रचना की। मनक मुनि यह सूत्र अनुसार साधु जीवन पालकर देवलोक में गये है। मनक मुनि के काळधर्म से शय्यंभवसूरिजी को दुःख हुआ। शिष्यो ने दुःख का कारण पूछने से कहाँ कि , यह बाळमुनि मेरा पुत्र था। बालमुनि के कल्याण के उद्देश से दशवैकालिक सूत्र बनाया है। शिष्यों और श्री संघ ने सूरिजी को विनंती की , यह सूत्र साधु जीवन पाळने के लिये उपयोगी है। उनकों स्वध्याय में रखिये। संघ के आग्रह से सूरिजी महाराज ने वो सूत्र रखा । आज भी सभी साधु प्रथम इसी सूत्र का अभ्यास करते है। यह सूत्र की रचना करीब वीर संवत 82 में हुई थी ।
આચાર્ય શ્રી શય્યંભવસૂરિજી મહારાજ સાહેબએ દીક્ષા લીધી ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. તેમના પુત્રનું નામ મનક કુમાર હતું. બાળ મનક તેમના પિતાને શોધવા 8 વર્ષની ઉંમરે જાય છે. મનકને ખ્યાલ હતો કે તેના પિતા જૈન શ્રમણ છે. મનક તેમના પિતાને શોધવા જાય છે ત્યારે શય્યંભવસૂરિજી સામેથી આવતા મનકને મળે છે. મનકને પૂછે છે કે તું કોણ છે ? તારા પિતા કોણ છે ? મનક કહે છે કે હું રાજગૃહીના ચૌદ વિદ્યા પારગામી શય્યંભવનો પુત્ર છું. મેં મારા પિતાને જોયા નથી. તેમને શોધવા નીકળ્યો છું. એ સાંભળીને શય્યંભવસૂરિજીને ખબર પડી કે આ મારો પુત્ર છે.
આચાર્ય શ્રી શય્યંભવસૂરિજી મહારાજ સાહેબ કીધું કે હું તારા પિતાજીને ઓળખું છું. અમે બંન્ને સર્વથા એક જ છીએ. તું દીક્ષા લઈ લે , તારા પિતાનો મેળાપ થયો સમજી લે. મનકએ દીક્ષા લીધી. આચાર્ય શ્રી શય્યંભવસૂરિજી મહારાજ સાહેબએ જ્ઞાનથી જાણ્યું કે મનક મુનિનું આયુષ્ય છ મહિનાનું છે. મનક મુનિનું હિત કેમ સધાય ? આ મુનિ કેવી રીતે આત્મજ્ઞાની થાય ? મુનિ કઈ રીતે સાધુ ધર્મથી પરિચિત થઈ સાધુ જીવન પાળે ? એમ શય્યંભવસૂરિજીએ વિચાર કરીને શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરી. મનક મુનિ આ સૂત્ર અનુસાર સાધુ જીવન આરાધી દેવલોકમાં ગયા છે. મનક મુનિના કાળધર્મથી શય્યંભવસૂરિજીને ઘણું દુઃખ થયું. શિષ્યોએ દુઃખનું કારણ પૂછવાથી કહ્યું કે , આ બાળમુનિ મારો પુત્ર હતો. બાલમુનિના કલ્યાણના ઉદ્દેશથી દશવૈકાલિક સૂત્ર બનાવ્યું છે. શિષ્યો અને શ્રી સંઘે સૂરિજીને વિનંતી કરી કે , આ સૂત્ર સાધુ જીવન પાળવા માટે ઉપયોગી છે. તેને સ્વધ્યાયમાં રાખો. સંઘના આગ્રહથી સૂરિજી મહારાજે તે સૂત્ર રાખ્યું. સંઘે પણ ત્યારથી જ દરેક દીક્ષા લેનાર મુમુક્ષુ શરૂઆતમાં આ સૂત્રને ભણે એવી મર્યાદા બાંધી છે. આજે પણ દરેક સાધુ પ્રથમ આ સૂત્રનો અભ્યાસ કરે છે. આ સૂત્રની રચના લગભગ વીર સંવત 82 માં થઈ છે.
Comments
Post a Comment