शंखेश्वर तीर्थ
आज से लगभग 87500 वर्ष के आसपास श्रीकृष्ण वासुदेव हो गये। श्रीकृष्ण वासुदेव नेमिनाथ भगवान के काका के लड़के थे। श्री कृष्ण वासुदेव ने राजगृही के राजा नवमें प्रतिवासुदेव के साथ द्वारिका नगरी से ईशान कोने में आये वढियार देश के सरस्वती नदी के पास आयें सेनपल्ली गांव की पास महाभयंकर युद्ध हुआ।
जरासंघ राजा ने प्रपंच करके विजय मेळववा जरा नाम की विद्या श्रीकृष्ण के सैन्य पर मोकली। जरा विद्या के प्रभाव से श्रीकृष्ण सैन्य के सभी माणसो वृद्ध और रोगी हो गये। श्रीकृष्ण वासुदेव , बलभद्र और नेमिनाथ भगवान महा पुण्यशाळी पुरुषो होने से जरा विद्या की उन पर नही हुई। श्रीकृष्ण ने बड़ी चिंता से श्री अरिष्टनेमि कुमार को पूछा कि है भाई ! इसका निवारण करने कंई उपाय है ?
अरिष्टनेमि कुमार ने कहाँ की है भाई ! नागराज धरणेन्द्र के भवन जिनालय में भावि तीर्थंकर श्री पार्श्वनाथ प्रभु की प्राचीन और महाप्रभावशाळी प्रतिमा है। अठ्ठम की तपस्या करके धरणेन्द्र ने आराधी उनके पास से वो मूर्ति मेळवो। वो मूर्ति का स्नात्र जळ सभी सैन्य पर छांटकव कीजिये। जिससे जरा विद्या दूर होगी और जय मिलेगा।
श्रीकृष्ण ने कहाँ कि में तीन दिन अठ्ठम करूँगा , सैन्य का रक्षण कौन करेगा ? अरिष्टनेमि कुमार ने कहाँ कि में तीन दिन तक सैन्य की रक्षा करूँगा। श्रीकृष्ण ने अठ्ठम तप किया और अरिष्टनेमि ने सौधर्मेन्द्र ने मोकलेल मालती सारथि द्वारा संचालित रथ में बैठकर शंखनाद किया। नाद से एक लाख दुश्मन राजा शोभ पामें। अरिष्टनेमि ने लघु लाघवी कळा से हजारो बाणो का वरसाद करके राजाओ का मुगट , कुंडळ , छत्र , चामर , रथ के पैडां आदि छेद दिये। एक भी मनुष्य या पशु को शरीर का नुकशान नही किया।
तीसरे दिन की मध्य रात्रि धरणेन्द्र की आज्ञा से पद्मावती माता ने प्रत्यक्ष होकर पार्श्वनाथ प्रभु की प्राचीन प्रतिमा दी। पार्श्वनाथ प्रभु की प्रतिमा का स्नात्र जळ सभी पर सैन्य छांटकाव किया। जिससे जरा विद्या दूर हुई। फिर से भयंकर युद्ध हुआ। जरासंघ की मृत्यु हुई। श्रीकृष्ण का विजय हुआ। श्रीकृष्ण ने हर्ष को प्रगट करने शंखनाद किया। वहाँ नगर बसाकर नगर का नाम शंखपुर रखा।
श्री नेमिनाथ भगवान की सूचना से श्रीकृष्ण ने नवीन जिनालय बंधवाकर श्री पार्श्वनाथ प्रभु की महाप्रभाविक प्रतिमा को बिराजमान की। शंखेश्वर तीर्थ बसाया।
શંખેશ્વર તીર્થ
આજથી લગભગ 87500 વર્ષ આસપાસ શ્રીકૃષ્ણ વાસુદેવ થઈ ગયા. શ્રીકૃષ્ણ વાસુદેવ નેમિનાથ ભગવાનના કાકાના દીકરા હતા. શ્રી કૃષ્ણ વાસુદેવને રાજગૃહીના રાજા નવમાં પ્રતિવાસુદેવ સાથે દ્વારિકા નગરીથી ઈશાન ખૂણામાં આવેલા વઢિયાર દેશમાં સરસ્વતી નદીની નજીકમાં આવેલ સેનપલ્લી ગામની પાસે મહાભયંકર યુદ્ધ થયું.
જરાસંઘ રાજાએ પ્રપંચ કરીને વિજય મેળવવા જરા નામની વિદ્યા શ્રીકૃષ્ણના સૈન્ય પર મોકલી. જરા વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણ સૈન્યના તમામ માણસો વૃદ્ધ અને રોગી થઈ ગયા. શ્રીકૃષ્ણ વાસુદેવ , બલભદ્ર અને નેમિનાથ ભગવાન મહા પુણ્યશાળી પુરુષો હોવાથી જરા વિદ્યાની તેમની ઉપર અસર થઈ નહિ. શ્રીકૃષ્ણએ ઘણી ચિંતાથી શ્રી અરિષ્ટનેમિ કુમારને પૂછ્યું કે ભાઈ ! આનું નિવારણ કરવાનો કંઈ ઉપાય છે ?
અરિષ્ટનેમિ કુમારે કહ્યું કે ભાઈ ! નાગરાજ ધરણેન્દ્રના ભવનના જિનાલયમાં ભાવિ તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને મહાપ્રભાવશાળી પ્રતિમા છે. અઠ્ઠમની તપસ્યા કરી ધરણેન્દ્રને આરાધી તેમની પાસેથી તે મૂર્તિ મેળવો. તે મૂર્તિનું સ્નાત્ર જળ આખા સૈન્ય પર છાંટો. તેનાથી જરા વિદ્યા નાસી જશે અને જય મળશે.
શ્રીકૃષ્ણ કહ્યું કે હું ત્રણ દિવસ અઠ્ઠમ કરીશ તો સૈન્યનું રક્ષણ કોણ કરશે ? અરિષ્ટનેમિ કુમારે કહ્યું કે હું ત્રણ દિવસ સુધી સૈન્યની રક્ષા હું કરીશ. શ્રીકૃષ્ણએ અઠ્ઠમ તપ કર્યું અને અરિષ્ટનેમિએ સૌધર્મેન્દ્રએ મોકલેલ માલતી સારથિ દ્વારા સંચાલિત રથમાં બેસીને શંખનાદ કર્યો. નાદથી એક લાખ દુશ્મન રાજાઓ શોભ પામ્યા. અરિષ્ટનેમિએ લઘુ લાઘવી કળાથી હજારો બાણોનો વરસાદ કરીને રાજાઓના મુગટ , કુંડળ , છત્ર , ચામર , રથનાં પૈડાં વગેરે છેદી નાખ્યા. એક પણ મનુષ્ય કે પશુના શરીરને નુકશાન પહોચાડ્યું નહિ.
ત્રીજા દિવસની મધ્ય રાત્રિએ ધરણેન્દ્રની આજ્ઞાથી પદ્માવતી માતાએ પ્રત્યક્ષ થઈને પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા આપી. પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું સ્નાત્ર જળ આખા સૈન્ય છાટ્યું. જેથી જરા વિદ્યા નાસી ગઈ. ફરી ભયંકર યુદ્ધ થયું. જરાસંઘ મૃત્યુ પામ્યો. શ્રીકૃષ્ણનો વિજય થયો. શ્રીકૃષ્ણે હર્ષને પ્રગટ કરવા શંખનાદ કર્યો. પછી ત્યાં નગર વસાવી નગરનું નામ શંખપુર રાખ્યું.
શ્રી નેમિનાથ ભગવાનની સૂચનાથી શ્રીકૃષ્ણે નવીન જિનાલય બંધાવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની મહાપ્રભાવિક પ્રતિમાને બિરાજમાન કરી. શંખેશ્વર તીર્થ વસાવ્યું.
No comments:
Post a Comment